- કી બોર્ડની 10 શોર્ટકટ કી વિશે જાણો: હવે માઉસ વગર પણ કામ થઈ શકશે .
તમને કોમ્પ્યુટર પર
કામ કરતા કરતા વાંરવાર માઉસનો ઉપયોગ કરવો ન ગમતો હોય અથવા તમારુ માઉસ બગડી ગયુ હોય
તો કેવી રીતે કામ કરવુ તે એર બહુ વિકટ પ્રશ્ન છે. પણ અહી અમે તમારા માટે આ
પ્રશ્નનો ઉકેલ લઈ આવ્યા છીએ. જો તમે કી બોર્ડની થોડી શોર્ટ કટ કી જાણી લેશો તો
તમારા માટે કોમ્પ્યુટર પર કામ કરવુ વધારે સરળ બની જશે. આ શોર્ટ કીના જાણકાર બનવાથી
તમે માઉસ વગર પણ કોમ્પ્યુટર પર કામ કરી શકશો.
1) ટેબને ખોલવી કે
બંધ કરવી હોય તોઃ જો તમે ગુગલ ક્રોમ અથવા મોઝિલા જેવા બ્રાઉઝરના કોઈ ટેબને ખોલવા
માગતા હોવ તો ctrl+w દબાવો અને આ
વિન્ડો બંધ કરી દેવા માટે ctrl+Shift+T દબાવવાથી તે બંધ થઈ જશે. જો તમે ભૂલમાંથી કોઈ ટેબ બંધ કરી દીધી છે તો
ચિંતા કરવાની જરૂર નથી માત્ર ctrl+Shift+T દબાવો
2) માઈક્રોસોફ્ટ
વર્ડમાં ફોન્ટ સાઈઝ વધારવા કે ઘટાડવા માટેઃ માઈક્રોસોપ્ટ વર્ડમાં કામ કરતા હોવ તો
ફોન્ટની સાઈઝ વધારવા કે ઘટાડવા માઉસ અથવા ટચપેડને હાથ લગાડવાની જરૂર નથી. ફોન્ટ
સાઈઝ વધારવા માટે ctrl+] અને
ઘટાડવા માટે ctrl+[ દબાવો
3) વિન્ડોની સાઈઝ
ઝુમ આઉટ અને ધૂમ ઈન કરવાઃ જો તમે બ્રાઉઝર ખોલ્યુ છે અને તમારે વિન્ડોની સાઈઝ ઝુમ
આઉટ કે ઝુમ ઈન કરવુ હોય તો ctrlની
સાથે + અથવા ctrlની સાથે - કરવુ
4) વિન્ડોઝ અથવા એપ્લિકેશનમાં એક બીજામાં જવા માટેઃ ઘણી
વખત આપણે વિન્ડો અને એપ્લિકેશન ખોલીને કામ કરતા હોઈએ છીએ. દર વખતે બીજા એપ્લિકેશન
અથવા વિન્ડોમાં જવા માટે માઉસ પકડવુ પરેશાની વાળુ કામ છે. તેથી કિ બોર્ડથી
વિન્ડોકે એપ્લિકેશન ચેન્જ કરવા માટે Alr+Tab નો ઉપયોગ કરી શકાય છે
5) ફાઈલ ડિલીટ કરવાઃ
ઘણી વખત ફાઈલ ડિલીટ કરતી વખતે તે રિસાયકલ બિનમાં જતી રહે છે અને પછી તેને ત્યાંથી
પણ ડિલીટ કરવી પડે છે. તેથી જો કોઈ પણ ફાઈલ Shift+Delte કરવામાં આવે તો તે બંને જગ્યાએથી ડિલીટ થઈ જાય છે.
6) સ્ક્રીનશોટ લેવાઃ
ઘણી વખત કામ કરતી વખતે સ્ક્રીનશોટ લેવાની જરૂર પડતી હોય છે. ડેસ્ટટોપમાં પ્રિંત
સ્ક્રીન અને લેપટોપમાં Fn+Print Screen દબાવવાથી અને ફોટોશોપમાં નવી ફાઈલ ખોલીને પેસ્ટ કરવી
7) વર્ડ કાઉન્ટ કરવાઃ માઈક્રોસોફ્ટમાં મેટલ કેટલા શબ્દોની
થઈ તે જોવુ હોય તો ટેકસ્ટ સિલેક્ટ કરીને Alt+T દબાવ્યા પછી w દબાવવુ
8) સીધા હોમ સ્ક્રીન
દેખવા માટેઃ જો તમે કોઈ વિન્ડો કે એપ્લિકેશન ખોલીને કામ કરો છો અને તમારે તમારી
વિન્ડો જોવી હોય તો દરેકને વારાફરથી મીનીમાઈઝ કરવાની જગ્યાએ વિન્ડોઝ બટન દબાવીને
સાથે D દબાવુ
9) કોમ્પ્યુટર લોક
કરવાઃ કામ કરતી વખતે તમારે થોડો બ્રેક જોઈતો હોય તો અને તેમાં પણ કાસ કરીને ઓફિસનુ
કામ હોય તો કોમ્પ્યુટર લોક કરવુ જોઈએ. કોમ્પ્યુટર લોક કરવા વિન્ડોઝ બટનની સાથે L
દબાવવુ
10) દરેક વિન્ડોઝ
અને એપ્લિકેશન મિનિમાઈઝ અને મેક્સિમાઈઝ કરવાઃ દરેક વિન્ડોઝ અને એપ્લિકેશન મિનિમાઈઝ
કરવા માટે વિન્ડોઝ બટન સાથે M અને
દરેક વિન્ડો કે એપ્લિકેશન મેક્સીમાઈઝ કરવા માટે વિન્ડોઝ બન્ટ સાથે શિપ્ટ અને M
દબાવો
Share This