પ્રજ્ઞા અભિગમ:- એટલે “પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન” (પ્રવૃત્તિ
આધારિત શિક્ષણ અભિગમ)
શિક્ષણનું સાવત્રીકરણ કરવા માટે DPEP,
SSA, NPEGEL જેવા અનેક કાર્યક્રમ સમગ્ર દેશમા ચલાવવામા આવે
છે. આ કાર્યક્રમોના પરિણામે, પાછલા એક દાયકામા બાળકોમા પ્રાથમિક
સ્તરનું શિક્ષણ લેવા માટે દાખલ થતા બાળકોમા નોધપાત્ર સુધારો થયો છે. શિક્ષણના
સ્તરને ઉચું લાવવામા અથાગ પરિશ્રમ અને મેહનત કરી તેમા નોધપાત્ર સુધારાના કામ કર્યા
હોવા છતા પણ હજી આ અભિગમની સંપૂર્ણ રીતે પુર્ણાહુતી કરવા માટે હજી ઘણી લાંબી મંજિલ
કાપવાની છે.
જયારે પણ સામાન્ય પ્રાથમિક વર્ગ પ્રાથમિક શિક્ષણ વિષે વિચારે ત્યારે
મન ઉપર શિક્ષક દ્વારા વર્ગખંડમા અપાતા શિક્ષણની નીચે મુજબ કલ્પના કરે છે.
શિક્ષક દ્વારા વર્ગખંડમા થતો
ભેદભાવ જેવો કે બાળકોના વિકાસ માટે કોઈપણ પ્રકારનું ભથું ન આપવું.
પ્રાથમિક વર્ગ દ્વારા એવું
ધારી લેવામા આવે છે કે તમામ બાળકોને એક જ સમયે અને એક જ રીતે અને એક જ પ્રકારનું
શિક્ષણ શીખવવામા આવશે.
વર્ગખંડમા થતી જાતીવાદી તથા
બહુમુખીવાદી પ્રણાલીને સુધારવા માટેના યોગ્ય પગલા લેવામા આવતા નથી.
શિક્ષણ આપવા માટેની સામગ્રી
સામાન્ય સામગ્રીની જેમજ બાળકો માટે વપરાય છે.
અત્યાર સુધીમા શિક્ષણ આપવા
માટે જેપણ સામગ્રી બનાવવામા આવી છે તે સ્વશિક્ષણ આપવા જેવું તૈયાર કરવામા આવેલ
નથી.
બાળકોને ભણાવવામા આવતા
શિક્ષણની પદ્ધતિઓનું મૂલ્યાંકન માત્ર ગાણિતિક પદ્ધતિથી બાળક દ્વારા અપાયેલ
પરીક્ષાઓથી કરવામાં આવે છે.
ઉપરના ક્રમ મુજબ દર્શાવેલ મુદ્દાઓથી
થતી સમસ્યાઓ સુધારવા માટે પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ) નો
ઉદેશ્ય સાર્થક થાય તેવા હેતુથી આ અભીગમને અમલમા મુકવામા આવ્યો છે. જેથી કરીને
વર્ગખંડમા ભણાવવામા આવતી દરેક પ્રવૃત્તિને સર્વગ્રાહી અને રસપૂર્ણ શિક્ષણ બાળકોને
આવનાર વર્ષોમા આપી શકાય.
પ્રજ્ઞા અભિગમને અપનાવવાના મુખ્ય હેતુ
આ અભિગમ બાળકો માટે પોતાની ગતિએ અને સ્તરે
શિક્ષણ શીખવા માટેની તક આપે છે.
બાળકો માટે અનુભવ દ્વારા શીખવા માટેનું
પ્લેટફોર્મ પૂરું પાડે છે.
શિક્ષકો અને સાથીદારો સાથે મળીને શીખવાની તક આપે
છે.
આ અભિગમ બાળકોને વિવિધ પ્રોજેક્ટ વર્ક તથા
બહારના કામ શીખવાની ક્ષેત્રને ખુલ્લી તક પૂરી પડે છે.
બાળકોને તણાવમુક્ત સતત મૂલ્યાંકન રહિત શિક્ષણ
આપવાની તક આપવામા આવે છે.
આ અભિગમ દ્વારા બાળકને અભ્યાસ શીખવાની રીત
શીખવવામા આવે છે.
કોઈપણ જાતના ભાર વિનાનું ભણતર આ પદ્ધતિ દ્વારા
શીખવાડવામા આવે છે.
પ્રજ્ઞાનો શાળામા ઉદ્દેશ :
વર્ગખંડમા:આ વર્ગખંડમા બાળકો જ્યાં તેઓ
આવે છે અને શીખવા માટે ખુશી થશે તેવી મુક્ત વાતાવરણ આપનારું સ્થળ છે. આ જગ્યાએ
જ્યાં સામગ્રી તેમના પહોંચની અંદર હોય છે અને તેઓ પણ તેમની જરૂરિયાત પ્રમાણે ત્યાં
માલ ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે.
વિષય વર્ગખંડ:- સામાન્ય વર્ગખંડની જગ્યાએ વિષયલક્ષી વર્ગખંડ બનાવવામા
આવેલ છે. જે તે વિષયને શીખવા માટે બાળક તે વિષયને અનુરૂપ મટીરીયલ તરતજ મેળવી શકે
તેવી રીતના બનાવેલ છે. અને ભાષા-EVS અને
ગણિત-રેઇન્બો પ્રવૃત્તિઓ માટે અલગ રૂમ શાળાઓમાં આયોજીત કરવામાં આવે છે.
બેઠક વ્યવસ્થા શિક્ષકો તથા બાળકોને
ખુરશી તથા બેન્ચીસની જગ્યાએ જમીન ઉપર સાદડી પાથરીને બેસવાનું રહેશે. દરેક શાળાને આ
માટેની શાદડી તથા શેતરંજી પૂરી પાડવામા આવશે.
પ્રજ્ઞાનો અર્થ એટલે બુદ્ધિ ,સમજણ અને શાણપણ નો સમન્વય
ગ્રુપની રચના: કોઈપણ બે વર્ગખંડના ધોરણ-૧ અને ધોરણ-૨ ના
વિદ્યાર્થીઓએ સાથે રહીને. ૬ ગ્રુપની અંદર તેની વહેચણી કરવાની રહશે દરેક ગ્રુપની
રચના આ પ્રમાણે રહશે. (૧) શિક્ષક સપોર્ટેડ ગ્રુપ (૨) આંશિક શિક્ષક સપોર્ટેડ ગ્રુપ
(૩) પીઅર સપોર્ટ ગ્રુપ (૪) આંશિક પીઅર સપોર્ટ ગ્રુપ (૫) સ્વયમ રીતના શીખી શકે
તેવું ગ્રુપ (૬) શીખવવાની રીતનું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ.
પ્રજ્ઞાના વર્ગખંડનું ભૌતિક
પર્યાવરણ:રેક અને ટ્રેલેડર, ગ્રુપ ચાર્ટ, વિદ્યાર્થી સ્લેટ, શિક્ષક સ્લેટ, વિદ્યાર્થી પ્રગતિ - આલેખ, ડિસ્પ્લે,
શીખવા માટેના ચાર્ટ / ચાર્ટ દ્વારા થતી
પ્રવૃત્તિ, કામ પોથી, ફ્લેશ કાર્ડ, ગેમ બોર્ડ, પ્રારંભિક રીડર, સચિત્ર શબ્દકોશ, રેઇન્બો પ્રવૃત્તિ, વિદ્યાર્થી પ્રોફાઇલ, વિદ્યાર્થી પોર્ટફોલિયો, EVS પ્રોજેક્ટ શીટ્સ,
ગણિત પ્રેક્ટિસ બુક, ગુજરાતી વાંચનમાળા, EVS – મનન, શિક્ષકો માટે હેન્ડબુક, તાલીમ મોડ્યુલ,
TLM બોક્સ, તાલીમ સીડી,
હિમાયત સીડી, શોપ સીડી અને જિંગલ, પ્રજ્ઞા ગીત.
પ્રજ્ઞા અભિગમ
લેડર નિરીક્ષણ
કામ કાર્ડસ
જૂથ પસંદ કરવાનું
પ્રવૃત્તિ કરવાનું
રેકોર્ડિંગ પ્રગતિ
તબક્કા વાર યોજનાનું અમલીકરણ
તબક્કાનો ક્રમાંક
|
વર્ષ
|
શાળાઓની સંખ્યા
|
ધોરણ
|
પહેલો
|
૨૦૧૦-૧૧
|
૨૫૮
|
ધોરણ-૧ અને ૨
|
બીજો
|
૨૦૧૧-૧૨
|
૨૫૮+૨૩૩૭=૨૫૯૫
|
ધોરણ-૩ અને ૪ માં ૨૫૮ શાળામાં
ધોરણ-૧ અને ૨ માં ૨૩૩૭ શાળામાં
|
ત્રીજો
|
૨૦૧૨-૧૩
|
૨૫૯૫+૧૧૫૩=૩૭૪૮
|
ધોરણ-૩ અને ૪ માં ૨૫૯૫ શાળામાં ,
ધોરણ-૧ અને ૨ માં ૧૧૫૩
શાળામા
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો