v

v

Translate

પૃષ્ઠ

છબી

છબી
સુવિચાર :- દરેક વ્યકિતમાં કુદરતે એકસરખી શક્તિ મૂકી છે. માત્ર તેનું મનોબળ જ તેને સફળ બનાવે છે. || નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, પણ ત્યાં પડી રહેવામાં નિષ્ફળતા છે. || આવતીકાલની ચિંતામાં આજનો આનંદ ગુમાવશો નહિ. || જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. || ઘણું સરસ કહેવડાવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે.|| જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન દેખાય || આખો દિવસ વીતી જાય અને તમને જો કોઈ સમસ્યા ના નડે તો સમજજો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો. || હું એકલો તો આ દુનિયાને બદલી શકતો નથી, પણ હા ... નદીમાં પથ્થર ફેકીને તેમાં ઘણાબધા તરંગ જરૂર લાવી શકુ છું || તમે ચાહે એક હજાર સારા અને સાચા કેમ ના હોય? છતાં પણ લોકો તમારી એક જ ભૂલ ની રાહ જોતા હોય છે. || "નસીબ" એ એક એવી વસ્તુ છે. જેને ચમકાવતા રહેવું પડે છે, નહીતર "નસીબને" પણ કાટ લાગી જાય છે.

આ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે .

બ્લોગની મુલાકાત લઈ યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી તમારો અભિપ્રાય મારા માટે માર્ગદર્શકરૂપ બનશે. .

gifs

નવીન માહિતી



શાળા પ્રવેશોત્સવ ફાઈલ ડાઉનલોડ કરો.

ધોરણ - ૧ અને ૨ પરીણામ પત્રક (નવી અધ્યયન નિષ્પત્તિ અનુસાર)

મોઘવારી ગણતરી માટે મોઘવારી ગણનયંત્ર ડાઉનલોડ કરો.



ધોરણ - ૧ થી ૮ ના પરિણામ પત્રક ડાઉનલોડ કરો.

સપ્તરંગી પ્રવૃત્તિઓનું માસવાર આયોજન ધો:૧ અને ૨

સાતમા પગારપંચ મુજબ પગાર અને એરિયર્સની ગણતરી કરવા એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.

કમ્પ્યૂટર ઉપયોગી બાબતો

કમ્પ્યૂટર સ્પીડમાં વધારો કરો

સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યૂટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યૂટરની ગતિ ધીમી પડી ગઈ છે.આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે, જેની મદદ વડે  કમ્પ્યૂટરની સ્પીડમાં વધારો કરી શકાય છે, પરંતુ મિત્રો એકએવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યૂટરની  સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યૂટરમાં  બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યૂટરની  સ્પીડ વધારી શકાય છે.સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનું રહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure you want to perform these actions? હવે તમારે yesઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારે  ok  કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.મિત્રો, હવે તમારા કમ્પ્યૂટરની  સ્પીડ ચેક કરી લો, પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે.ડિસ્ક ક્લીનઅપઆ ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યૂટરમાં  રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યૂટરની સફાઈ કરી દે છે, જેના કારણે કમ્પ્યૂટરની  સ્પીડમાં વધારો થાય છે.

------------------------------------------------------------------------------------------------------------ 

WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં  આસાનીથી ચલાવો

 WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી
મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.
પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.
windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.
ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.
સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેના પગલા અનુસરો.
સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો
---------------------------------------------------------------------------------------------
એક્સલ શીટ પ્રોટેક્ટ કરવાની રીત 

 MS Excel ઓપન કરો.
Alt + F11 દબાવી Visual Basic Editor (VBE) ઓપન કરો.
Insert મેનુમાંથી Module સિલેક્ટ કરી ઉમેરો.
જમણી બાજુની વિન્ડોમાં નીચેનો  કોડ પેસ્ટ કરો.
VBE બંધ કરો.
Save As ક્લિક કરી ફાઇલને Excel Macro-Enabled Workbook તરીકે Save કરો.
હવે જ્યારે બધી શીટ પ્રોટેક્ટ કરવી હોય ત્યારે View મેનુમાંથી Macros પર ક્લિક કરો. ProtectAll કે UnProtectAll પર ડબલ ક્લિક કરતા બધી શીટમાં એકસાથે પ્રક્રિયા થશે.

 નીચેનો કોડ કોપી કરો 

Option Explicit

 Sub ProtectAll()

      Dim wSheet          As Worksheet

    Dim Pwd             As String

      Pwd = InputBox("Enter your password to protect all worksheets", "Password Input")

    For Each wSheet In Worksheets

        wSheet.Protect Password:=Pwd

    Next wSheet

    End Sub

 Sub UnProtectAll()

       Dim wSheet          As Worksheet

    Dim Pwd             As String

       Pwd = InputBox("Enter your password to unprotect all worksheets", "Password Input")

    On Error Resume Next

    For Each wSheet In Worksheets

        wSheet.Unprotect Password:=Pwd

    Next wSheet

    If Err <> 0 Then

        MsgBox "You have entered an incorect password. All worksheets could not " & _

        "be unprotected.", vbCritical, "Incorect Password"

    End If

    On Error Goto 0

     End Sub

2 ટિપ્પણીઓ: